yuvasakti
પ્રજાપતિ સંત શ્રી ગોરા કુંભારનો ઇતિહાસ

🙏સંત ગોરા ભગત નું જીવન અને પરિવાર
🙏 તેમનો જન્મ અને પ્રારંભિક જીવન.
➡️સંત ગોરા ભગતને ગોરા કુંભાર તરીકે પણ ઓળખાય છે. તેઓ 13મી-14મી સદીમાં મહારાષ્ટ્રમાં જન્મ્યા હતા. તેઓ કુંભાર સમાજના હતા અને માટીના પાત્રો બનાવવાનું તેમનું મુખ્ય વ્યવસાય હતું. તે ધંધે કુંભાર હોય પણ મનથી હરીભક્ત હતા.
👪તેમનો પરિવાર.
➡️ગોરા ભગતના પરિવાર અને જીવન વિશે અત્યારે વૃત્તાંતો ઉપલબ્ધ નથી પણ એમ કહેવાય છે કે તેઓ લગ્નિત હતા અને તેમની પત્ની પણ તેમનું સમર્થન કરતી અને તેમની ભક્તિમાં સહયોગ આપતી હતી . તેમનો પરિવાર સામાન્ય જીવન જીવતો, પણ ગોરા ભગતનું હૃદય, મન અને શરીર હંમેશા ભગવાન વિઠ્ઠલ એટલે વિઠોબા માટે સમર્પિત હતું. તેઓ ભગવાન વિઠોબા ના પરમ ભક્તો માંથી એક હતા.
🔰એક પ્રસંગ:
➡️તેમની ભક્તિની કસોટી ત્યારે થઈ, જ્યારે એકવાર કેટલાક લોકોએ શંકા વ્યક્ત કરી કે ગોરા ભગત વિઠ્ઠલના પરમ ભક્ત છે કે નહીં. ત્યારે પરિક્ષા લેવા માટે એક પંડિતે તેમને માટીના પાત્રોની જેમ કુમળા માનવો અને પક્વ માનવો એમ મૂકી જોવા કહ્યું.ગોરા ભગતે ભગવાનનું સ્મરણ કરીને પોતાની ભક્તિ સાબિત કરી, અને સૌને સમજાયું કે તેઓ ખરેખર વિઠ્ઠલના પરમ ભક્ત છે.
✊ઉપદેશ અને ભક્તિ:
➡️જીવન પરિશ્રમ અને ભક્તિ સાથે જીવવું.
➡️ ધર્મ અને વ્યવસાય એકસાથે સુમેળપૂર્વક જીવવા.
➡️જીવનનું સૌથી મોટું સાધન નમ્રતા અને સમર્પણ છે.
☀️તેમના જીવન અને ભક્તિથી આજે પણ કુંભાર સમાજ ના લોકો અને વિઠ્ઠલ ભક્તો પ્રેરિત થાય છે.